Skip to main content
Open this photo in gallery:

Outside 165 Kennedy Road South, in Brampton, where Vrunda Bhatt lives.Baljit Singh/The Globe and Mail

Vrunda Bhatt (વૃંદા ભટ્ટ) Brampton (બ્રિમ્પટન) ના એક ફ્રીલાન્સ પત્રકાર છે જેમણે Globe’s L6P પ્રોજેક્ટમાં અહેવાલ આપવાનું યોગદાન આપ્યું છે.

માર્ચ, 2020 માં રોગચાળો ફાટી નીકળ્યો ત્યારે, હું સંદેશાવ્યવહાર અને માર્કેટિંગમાં નોકરી શોધી રહી હતી, હું એ જાણતી ન હતી કે જોબ માર્કેટ ક્રેશ થવાનું છે અને ઘણાને લોકો છૂટા કરવામાં આવશે. મારા પતિ, જે Toronto માં બિન-નફાકારક સંસ્થામાં કામ કરે છે, તેને જાણ કરવામાં આવી હતી કે તે પણ ઘણા લોકોની જેમ હવે ઘરેથી કામ કરશે. તે વિશે તે ખૂબ જ ખુશ હતી, કે હવે Eglinton East માં મુસાફરી કરવી નહીં પડે.

અમે મારા 23 વર્ષની ભાભી સાથે south Brampton (દક્ષિણ બેમ્પટન) ના એક એપાર્ટમેન્ટ બિલ્ડિંગમાં રહીએ છીએ. તે એક બહુસાંસ્કૃતિક સ્થળ છે, જ્યાં તમે તમારી આંગળીઓ પર શ્વેત રહેવાસીઓની સંખ્યા ગણી શકો છો. મારા એપાર્ટમેન્ટમાં છેલ્લાં ત્રણ વર્ષથી મારૂ ઘર છે, જો કે મારા પતિ અને તેના ભાઈ કેનેડામાં નવી જગ્યાએ સ્થાનાંતરિત થયા છે.

અમારા બિલ્ડિંગમાં 12 ફ્લોર છે જેમાં દરેક ફ્લોર પર 16 યુનિટ્સ છે. હું વિચારું છું કે દરેક એપાર્ટમેન્ટમાં ઓછામાં ઓછા ત્રણ લોકો તેમાં રહે છે, આ બિલ્ડીંગમાં આશરે 600 લોકો રહે છે - જેમાં બાળકો, વરિષ્ઠ નાગરિકો અને ફ્રન્ટ-લાઇન વર્કર્સ સામેલ છે - બધા અમુક સામાન્ય જગ્યાઓ, જેમ કે લોન્ડ્રી વિસ્તાર અને અન્ય વસ્તુઓ શેર કરે છે. બિલ્ડિંગની સારી રીતે જાળવણી કરવામાં આવતી નથી - જે રોગચાળા દરમિયાન વધુ ચિંતાનો વિષય બની હતી, જ્યારે વધુ સારી રીતે સફાઈ પ્રોટોકોલ્સ જાળવવામાં આવ્યા હોત તો રહેવાસીઓની સુખાકારી માટે અને અન્ય વસ્તુઓમાં ધ્યાન રાખવામા મદદ મળી હોત.

ગયા વર્ષ દરમ્યાન, રોગચાળાની વચ્ચે, અમે બિલ્ડિંગમાં કોઈ પૂર્વ સૂચના વગર સંપૂર્ણ પાણી બંધ રાખીને રહીએ છીએ - અને તે ત્રણ દિવસથી પાછું ચાલુ કરવામાં આવ્યું ન હતું. અમે વોલમાર્ટથી કેટલાક પાણીના જગ મેળવવામાં સફળ થયા અને બીજા દિવસે મારી બહેનને ત્યાં બેસમેન્ટમાં ગયા. બિલ્ડિંગના બીજા ઘણા લોકોની જેમ એમની પાસે બીજુ કઈ પણ ન હતું, હું નસીબદાર હતી કે મારે કોઈ હોટેલ માટે સેંકડો ડોલર ચૂકવવાને બદલે - એક સંબંધીને રહેવાની જગ્યા હતી. આ આખા અનુભવથી મને શીખવા મળ્યું કે અમારા બિલ્ડિંગ મેનેજમેન્ટમાં કેટલું ઓછું ધ્યાન આપવામાં આવે છે - અને હું જાણું છું કે મારા પતિ અને મને COVID-19 થતાં આ પ્રકારની ઉદાસીનતા કેટલી ગંભીર છે તેનો ખ્યાલ આવ્યો હતો.

ગયા વર્ષે ફેબ્રુઆરીમાં, મારા પતિને COVID-19 થયું હતું. મેં ધાર્યું હતું કે તે કદાચ વોલમાર્ટ અથવા ભારતીય સ્ટોર પર જતાં હતા જ્યાં અમે સામાન્ય રીતે અમારું કરિયાણું લઈએ છીએ ત્યાંથી એ ચેપ આવ્યો હશે. મારા ભાભી અને મારૂ પરીક્ષણ નકારાત્મક આવ્યું હતું, અને મારા પતિ સદભાગ્યે લગભગ બે અઠવાડિયામાં સ્વસ્થ થઈ ગયા હતા, પરંતુ હું તેમના વિશે ખૂબ જ ચિંતિત હતી. અમે સાથે મળીને આ પરિસ્થિતિનો સામનો કર્યો હતો પરંતુ ભારતમાં અમારા માતાપિતાને અથવા કેનેડામાંના અમારા ઘણા મિત્રોને તેની જાણ કરી ન હતી - અમે તેમને ચિંતામાં મૂકવા ઇચ્છતા ન હતા.

ગયા મહિને, Toronto (ટોરોન્ટો) માં બિન- નફાકારક સંસ્થા સાથેનો મારો ટૂંકા ગાળાનો કરાર સમાપ્ત થયો અને હું ફરીથી નોકરીની શોધમાં લાગી ગઈ હતી. ખાસ કરીને રોગચાળા દરમિયાન આ કોઈ સરળ કાર્ય ન હતું. અને મને આશ્ચર્ય થયું કે મારે કદાચ મારી બેગ પેક કરીને થોડા સમય માટે મારા માતાપિતા સાથે રહેવા માટે ભારત જવું પડશે. પરંતુ તે પછી ભારતમાં અચાનક COVID ના કેસોમાં અચાનક જ વધારો થયો એ વાત ચર્ચામાં હતી, ત્યાં જવાની ફ્લાઇટ્સ રદ થઈ ગઈ હતી અને અમે વીડિયો કોલ દ્વારા જેને અમે જાણીએ છીએ તેમના પ્રિયજનોને ગુમાવનારા લોકોની વિનાશકારી વાતોથી ચિંતિત થયા હતા. મારા સોશિયલ મીડિયા ફીડ્સમાં પણ આ બધી વાતો જાણવા મળતી હતી, લોકો ફક્ત ત્યાં શું થઈ રહ્યું છે તે વિશે જ વાત કરતા હતા અને બીજી કોઈ વાત કરતાં ન હતા.

તેથી જ્યારે 25 મી એપ્રિલે મને ભારે થાકનો અનુભવ થયો, ત્યારે મેં ઘરે જે બધુ થઈ રહ્યું છે તેની ચિંતા હશે એવું વિચાર્યું હતું. જ્યારે મારા પતિ વિચારતા હતા કે કદાચ આ બધા વધારાનો સમય જે હું ઓનલાઇન રહેતી હતી એના કારણે હોય શકે છે. પરંતુ બીજા જ દિવસે મને તીવ્ર તાવ આવ્યો અને ખાંસી થવા લાગી. ત્યારે અમે જાણતા હતા કે હવે મારે પરીક્ષણ કરાવવું પડશે. અમે Brampton (બ્રિમ્પટન) માં સ્થિત એમ્બેસી ગ્રાન્ડ કન્વેશન સેન્ટરમાં એપોઇન્ટમેન્ટ બુક કરાવી. મારી લાઇનમાં આગળ તેના ત્રણ બાળકો સાથે એક મુસ્લિમ માતા ઊભી હતી, અને મારી પાછળ પાંચ વ્યક્તિનો અશ્વેત પરિવાર હતો. મને થયું કે આપણે ખરેખર આ રોગમાં બધાં સાથે જ હતાં.

એક દિવસ વીતી ગયો અને હજી પણ મારા પરિણામો આવ્યા ન હતા. બીજા દિવસે, મારા પતિએ ઓનલાઇન તપાસ કરી અને એવું વિચાર્યું કે મારૂ પરીક્ષણ નકારાત્મક આવી ગયું છે - પરંતુ તેમણે તારીખ ખોટી વાંચી હતી; તે ફેબ્રુઆરીનું અગાઉનું પરીક્ષણ હતું. પછી ખબર પડી કે ખરેખર મારૂ પરીક્ષણ હકારાત્મક હતું. મારું મગજ એ વિચારોથી ઘેરાયેલું હતું કે મને આ ચેપ ક્યાથી લાગ્યો હશે- ક્યાંય પણ ગયા વગર કે આ દિવસોમાં કોઈને મળ્યા વિના મને COVID-19 નો ચેપ કેવી લાગ્યો હશે?

પણ મારે સ્વીકારવું પડશે, અને મને ખૂબ અપરાધભાવના થઈ હતી. કે શું મેં ઘરે સ્વચ્છતા પદ્ધતિઓ જાળવી રાખી ન હતી? જો મારી પાસે કાયમી નોકરી હોત તો અમે વધુ સારી રીતે જાળવણી કરી શકયા હોત અથવા ઓછી ગીચ બિલ્ડિંગમાં કોઈ એપાર્ટમેન્ટ મેળવી શકયા હોત? છેલ્લાં આઠ વર્ષોમાં મારો પરિવાર સ્વાસ્થ્ય સંબંધિત ઘણા પ્રશ્નોમાંથી પસાર થઈ રહ્યો છે - કદાચ આપણે પૂરતા સમર્પણ સાથે દેવતાઓને પ્રાર્થના નહીં કરી હોય.

28 મીએ મારા પરિણામો મળ્યા હોવા છતાં, મને આ સોમવાર સુધી પબ્લિક-હેલ્થ અધિકારીઓનો કોલ આવ્યો નથી - છેલ્લા પાંચ દિવસ. મેં અમારા બિલ્ડિંગમાં આરોગ્ય અને સલામતીના યોગ્ય પ્રોટોકોલના અભાવ વિશે મારી ચિંતાઓ વ્યક્ત કરી હતી - અને રહેવાસીઓને કોવિડ ફેલાવાની જાણ કરવામાં આવી ન હતી.

જ્યારે મારા પતિને કોવિડ થયો હતો, ત્યારે અમે હિમંત રાખવા અને જાતે જ તેની સાથે વ્યવહાર કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કર્યા હતા. પરંતુ જ્યારે મારૂ પરીક્ષણ સકારાત્મક આવ્યું, ત્યારે મે મારી ભાવનાત્મક શક્તિ ગુમાવી દીધી હતી. મારી સાસુ મારા અવાજ પરથી જ સમજી ગયા હતા કે કંઈક ખોટું થયું હતું - પરંતુ અમે તેમને કહ્યું કે મને માત્ર ફ્લૂ થયો છે.

દુર્ભાગ્યવશ, મેં કેનેડામાં રહેતી મારી બહેનના એક મિત્રને કહ્યું કે અમે કોવિડ પરીક્ષણ કરાવ્યું છે - તેણે મારી બહેનને ભારતમાં ઘરે જાણ કરી, અને પછી મારો આખો પરિવાર ચિંતિત મારા માટે હતો. મારા પિતા કેન્સરના દર્દી છે અને મારી સાસુને ગંભીર સંધિવા રોગ છે. અમારા માટે તે સુનિશ્ચિત કરવું અગત્યનું હતું કે તેઓ શાંતિ સાથે રહે અને અમારી ચિંતા ન કરે.

અમારા કેટલાક દૂરના સંબંધીઓ કે જે મોટા શહેરોમાં રહેતા હતા, તેઓ COVID સાથે યુદ્ધ હારી ગયા છે. આ એવા લોકો હતા જેમને હું સારી રીતે જાણતી હતી - જ્યારે તમે કોઈ સ્વજનના મૃત્યુ વિશે સમાચાર સાંભળો છો, ત્યારે તમે મદદ કરી શકતા નથી પરંતુ તેમના વિશે સતત વિચાર કરો છો અથવા તેઓને કેવી રીતે બચાવી શક્યા હોત એવું વિચારો છો. ઉદાહરણ તરીકે, આલ્બર્ટામાં રહેતા એક કુટુંબના સભ્ય, જે અહીં આવ્યા ત્યારથી પાછા ફરી ગયા નથી, તેણે તેની બહેનને ભારતમાં ગુમાવી દીધી. મારા માટે આ એક મોટો આંચકો હતો જ્યારે મે આ સમાચાર સાંભળ્યા હતા.

મને આનંદ છે કે મારા પતિ અને હું મારી વાત ગુપ્ત રાખી શકયા હતા. અમારા એપાર્ટમેન્ટ બિલ્ડિંગ વિશેની અમારી ચિંતાઓને ધ્યાનમાં રાખીને હું હજી પણ અહીથી બીજે ક્યાંક રહેવા માટે જવાનો વિચાર કરું છું, પરંતુ નોકરીની અસલામતી અને ફલેટના વધુ ભાવોને લીધે અમે આવું કરવાનું મુલતવી રાખ્યું છે. પરંતુ હું જાણું છું કે ઘણા લોકો આપણા જેવી જ રોગચાળાને લગતી કથાઓ શેર કરે છે.

સંપાદકની નોંધ: વૃંદા ભટ્ટે આ નિબંધ રજૂ કર્યા એ પછીના અમુક દિવસો પછી, તેના પિતાનું કાર્ડિયાક અરેસ્ટથી ગુજરાત, ભારતમાં અચાનક અવસાન થયું હતું અને તેણી તેના પરિવાર સાથે દુ: ખ શેર કરવા માટે ગયા મહિને ભારત ગયા છે.

Follow related authors and topics

Authors and topics you follow will be added to your personal news feed in Following.

Interact with The Globe